માનવ શરીર વિશે જાણવા જેવુ

માનવ શરીર વિશે જાણવા જેવુ. અહી અમે આપની સાથે માનવ શરીર સંદર્ભે કેટલીક રોચક જાણકારી આપની સાથે શેર કરી છે.

માનવ શરીર વિશે જાણવા જેવુ – Human Body Amazing Fact in Gujarati

આપણે જાણીએ છીએ કે આપનું શરીર ખુબજ રહષ્યમયી છે. આપણાં શરીર વિશે એવિ ઘણી બાબતો છે જે આપણે હજુ સુધી જાની શક્યા નથી. અહી અમે આપની સાથે માનવ શરીર વિશે જાણવા જેવુ ના આ લેખ માં આપની સાથે ખુબજ રોચક જાણકારી શેર કરી છે. અહી આપવામાં આવેલ જાણકારી એ અધ્યાત્મિક થી લઈ વૈજ્ઞાનિક આધારિત છે. અમને આશા છે કે અહી આપવામાં આવેલ જાણકારી એ આપના માનવ શરીર વિશે ના જ્ઞાન માં વધારો કરશે.

માનવ શરીર વિશે જાણવા જેવુ

  • માનવ શરીર મુખ્યત્વે કુલ 25 તત્વો થી બનેલું છે. જેમ કે,
    • પાંચ મહાભૂત: પૃથ્વી, પાણી, પવન, પ્રકાશ અને આકાશ
    • જ્ઞાનેન્દ્રિય: આંખ, કાન, નાક, જીભ, સ્પર્શ
    • કર્મેન્દ્રિય: હાથ પગ, ગુદા, લિંગ અને વાણી
    • તન્માત્રા: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધ
    • અંતઃકરણ : મન, બુદ્ધિ, ચિત્ત અહંકાર અને આત્મા
  • શરીર ના કુલ તેર(13) કુદરતી આવેગો છે જેવા કે, મળ, મૂત્ર, વાછૂટ, વીર્ય, ભૂખ, તરસ, હાસ્ય, રુદન, ઊંઘ, ઉલ્ટી, ઉધરસ, છીંક અને બગાસું.
  • આ શરીર રૂપી નગરી ને કુલ નવ (9) દ્વાર છે : બે આંખ. બે કાન, બે નાક દ્વાર, મુખ, લિંગ, અને ગુદા
  • આધિ(માનસિક પીડા), વ્યાધિ(શારીરિક પીડા) અને ઉપાધિ(દૈવીક પીડા) આ શરીર ના મુખ્ય ત્રણ દુખ છે.
  • સમગ્ર વિશ્વ માં સાડા સાતસો કરોડ થી પણ વધારે લોકો છે પરંતુ તેમના દરેક વ્યક્તિ ના ફિંગરપ્રિન્ટ અલગ હોય છે.
  • એક દિવસ માં શરીર 21600 વખત શ્વાસ લેવો અને છોડવાની પ્રક્રિયા કરે છે.
  • શરીર માં શ્વાસ લેવાની પ્રક્રિયા ને પૂરક, શ્વાસ રોકવાની પ્રક્રિયા ને કુંભક અને શ્વાસ છોડવાની યોગીક પ્રક્રિયા ને રેચક કહેવાય છે.
  • શાસ્ત્રો માં શરીર ના 6 શત્રુઓ દર્શાવવામાં આવ્યા છે, જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અને મત્સર
  • શાસ્ત્રો માં સત્ય, અહિંસા, દયા, તપ, સ્વાધ્યાય, અને અપરિગ્રહ ને શરીર ના પરમ મિત્ર તરીકે ઓળખાવ્યા છે.
  • ભગવદ ગીતા અનુસાર મનુષ્ય શરીર સત્વ, રજસ અને તમસ એમ ત્રણ ગુણ થી બનેલું છે.
  • ઇડા, પિંગલા અને સુષુમ્ણા એ ત્રણ શરીરની મુખ્ય નાડીઓ છે.
  • માનવ શરીર ની વાત, પિત્ત અને કફ એમ ત્રણ પ્રકાર ની પ્રકૃતિ છે.
  • શરીર ના ચાર પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ
  • જાગૃત, સ્વપ્ન, સુષુપ્ત અને તુરીય એ ચાર શરીર ની અવસ્થા છે.
  • પરા, પશ્યન્તિ, મધ્યમા અને વૈખરી આ ચાર પ્રકારની વાણી જીભ થી બોલાય છે.
  • શરીર ની ચાર અવસ્થા છે, બાળક, યુવા, પ્રૌઢ અને વૃદ્ધ
Janva jevu- Human Body Fact in Gujarati
  • પંચકર્મ થી આ શરીર ની શુદ્ધિ થઇ શકે છે, જેમાં વમન, વિરેચન, બસ્તી, નસ્ય અને રક્ત મોક્ષણ નો સમાવેશ થાય છે.
  • શરીર માં કુલ સાત ચક્રો આવેલા હોય છે જેમ કે,
    • ગુદા પાસે મૂલાધાર
    • લિંગ પાસે સ્વાધિષ્ઠાન
    • નાભી પાસે મણિપુર
    • હૃદય પાસે અનાહત
    • કંઠ પાસે વિશુદ્ધિ
    • લલાટ પાસે આજ્ઞાચક્ર
    • માથા ના સર્વોચ્ચ બિંદુ પર સહસ્ત્રાર ચક્ર
  • આપણી જીભ માત્ર પાંચ પ્રકાર ના સ્વાદ ને અનુભવે છે, તૂરો, ખાટો, ખારો, કડવો અને ગળ્યો. તીખો એ કોઈ પણ પ્રકાર નો સ્વાદ નથી. એ માત્ર એક સંવેદના કે પીડા છે.
  • જેમાં શરીર ના આઠ અંગ સક્રિય થયી પ્રણામ થાય તેને અષ્ટાંગ પ્રણામ કહે છે. જેમ કે છાતી, માથું, દૃષ્ટિ, મન, વચન, હાથ, પગ અને ઢીંચણ
Janva jevu- Human Body Fact in Gujarati
  • આ શરીર એ કુલ નવ રસો નો અનુભવ કરી શકે છે, શૃંગાર, કરૂણ, હાસ્ય, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત, અને શાંત
  • શરીર માથી જુદા જુદા અવયવો દ્વારા નીચે મુજબના મેલનો નિકાલ થાય છે, મળ, મૂત્ર, પરસેવો, ગુંગા, કફ, પરૂ, ચીપડા, કાનનો મેલ, અને જીભ પરની છારી

વૈજ્ઞાનિક દૃષ્ટિએ માનવ શરીર નું જાણવા જેવુ

  • આપણાં બે ફેફસા માં કુલ ચાર અબજ વાયુકોષો, અને નાની નાની કુલ અઢી કરોડ શ્વાસવાહિની હોય છે.
  • બન્ને ફેફસાની કુલ રક્તવાહિની ની લંબાઈ 1600 કિમી થી વધારે હોય છે.
  • એક શ્વાસથી મનુષ્ય ફેફસા માં 4 લિટર જેટલી હવા ભરી શકે છે.
  • 24 કલાક માં મનુષ્ય નું હૃદય 103680 વખત ધબકે છે.
  • પુખ્તવાય ના મનુષ્ય ના હૃદય નું વજન 300 ગ્રામ હોય છે. જેની લંબાઈ 13 સેમી, પહોળાઈ 9 સેમી, અને જાડાઈ 6 સેમી હોય છે.
  • હૃદય લોહી ને પમ્પ કરતી વખતે 30 ફૂટ થી વધારે દૂર ફેંકી શકે છે. સમગ્ર દિવસ દરમિયાન આપણું હૃદય 72000 લિટર લોહી નું પમ્પિંગ કરે છે.
  • ફક્ત નાડી તપાસી ને આયુર્વેદ 38 પ્રકાર ના રોગો નું નિદાન કરી શકે છે.
Janva jevu- Human Body Fact in Gujarati
  • પગ ના અંગૂઠા થી માથા સુધી શરીર માં કુલ દોઢ લાખ રક્ત વાહિની હોય છે. આ રક્તવાહિની ને એકબીજા સાથે જોડવામાં આવે તો તેની લંબાઈ 60000 કિમી થાય છે.
  • લોહી ના રક્તકણ ને આખા શરીર માં ફરતા માત્ર 20 સેકંડ લાગે છે.
  • શરીર ના તમામ રક્તકણ ને સીધી લીટી માં ગોઠવતા તેની લંબાઈ 3300 કિમી થાય.
  • બન્ને કિડની માં કુલ મળીને 20 લાખ ઉત્સર્ગ એકમ કાર્યરત હોય છે અને બન્ને કિડની માં કુલ અઢી થી નવલાખ સુધી નલિકાઓ(નેફ્રોન) હોય છે.
  • બન્ને કિડની દિવસ માં કુલ 1500 લિટર લોહી ને શુદ્ધ કરે છે.
  • શરીર માં નાના આંતરડા ની લંબાઈ 25 ફૂટ અને મોટા આંતરડા ની કુલ 6 ફૂટ હોય છે.
  • મુખ થી ગુદા સુધી ખોરાક કુલ 35 ફૂટ ની લંબાઈ માથી વિવિધ ક્રિયા માથી પ્રસાર થાય છે.
  • માણસ ની હોજરી માં એકસાથે 4 કિલો ખોરાક સમાઈ શકે છે.
  • નવજાત શિશુ માં કુલ 310 અને પુખ્તવય ની વ્યક્તિ માં 206 હાડકાં હોય છે.
  • પરસેવા ના નિકાલ માટે કુલ આખા શરીર માં પાંચ કરોડ પ્રસ્વેદ ગ્રંથિઓ હોય છે.
  • શરીર માં સ્નાયુ ની કુલ સંખ્યા 700 છે.
  • માણસ જ્યારે બોલે ત્યારે એક સાથે 72 સ્નાયુ સક્રિય થાય છે. અને માણસ ક્રોધ-ગુસ્સો કરે ત્યારે તેની અસર 128 સ્નાયુ પર થાય છે.
  • મનુષ્ય ના નાના અને મોટા મગજ માં કુલ મળી 100 અબજ કોષ આવેલા હોય છે.
  • સ્વાદ પારખવા જીભ પર કુલ 3000 સ્વાદ ગ્રંથિઓ આવેલી હોય છે. જીભ પર સ્વાદ કેન્દ્રો દર દસ દિવસે નવા બને છે.
  • આઠ કલાકની ઊંઘ માં એક મનુષ્ય કુલ 35 વખત પડખા બદલે છે.
Janva jevu- Human Body Fact in Gujarati
  • માનવ શરીર માં કુલ 78 અંગ એવા છે જેના નામ બે અક્ષર માં છે જેમ કે હાથ, કાન, નાક, વગેરે
  • શરીર કુલ પાંચ તંત્રો આવેલા છે જેવા કે જ્ઞાનતંત્ર, ઉત્સર્ગ તંત્ર, પાચનતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, અને શ્વસન તંત્ર જેનાથી આખું શરીર ચાલે છે.
  • આંખ ની પાંપણ દર 64 દિવસે નવી ફૂટે છે.
  • પ્રકાશની વિશ્લેષણ કરવા માટે આંખ માં 70 લાખ રિસેપ્ટર હોય છે.
  • આંખ ની કોર્નિયા એક માત્ર અંગ એવું છે જેમાં એક પણ રક્ત વાહિની નથી.
  • આંખ કુલ 2000 થી વધારે રંગ ને ઓળખી શકે છે.
  • હોજરી ની અંદર નું આવરણ દર દસ દિવસે નવું બને છે.
  • માણસ ના આખા શરીર માં કુલ 60000 અબજ જેટલા કોષ હોય છે.
  • આખા શરીર ના જ્ઞાન તંતુ ની લંબાઈ 72 કિમી છે.
  • આપણાં શરીર માં 2/3 ભાગ માં પાણી આવેલું હોય છે.
  • આપણાં શ્વાસ અને ઉછ્વાસ નો અવાજ 10 ડેસીબલનો હોય છે.
  • 100 વર્ષ ના જીવન માં મનુષ્ય 33 વર્ષ ઊંઘવામાં વિતાવે છે.
  • સમગ્ર જીવન દરમિયાન મનુષ્ય પૃથ્વી ની એક પ્રદક્ષિણા થાય તેટલું ચાલે છે.

અહી અમે આપની સાથે માનવ શરીર માટે મહત્વપૂર્ણ જાણકારી એટલે કે માનવ શરીર વિશે જાણવાજેવું શેર કર્યું છે. આપ અન્ય વિષય પર જાણવા જેવુ વાંચવા માંગતા હોય તો અહી “જાણવા જેવુ” પર ક્લિક કરો. ધન્યવાદ.

Leave a Comment