Benefit of Yoga in Gujarati – રોજ યોગ કરવાથી થતાં ફાયદા. અહી અમે આપની સાથે રોજ યોગ કરવાથી જીવન માં થતાં લાભ અને ફાયદાઓ ની જાણકારી આપની સાથે શેર કરી છે.
Benefit of Yoga in Gujarati – રોજ યોગ કરવાથી થતાં ફાયદા
આપણે જાણીએ છીએ કે આપણું વૈદિક શાસ્ત્ર અને આયુર્વેદ હમેશા યોગ પર ભાર આપે છે. તે લોકો તેમના અનુભવ ના આધારે હમેશા યોગ ને પ્રોત્સાહન આપતા રહ્યા છે. અહી અમે આપની સાથે યોગ કરવાથી થતાં ફાયદા ની જાણકારી આપની સાથે શેર કરી છે. અમને આશા છે કે અહી આપવામાં આવેલ ફાયદા આપને યોગ કરવા માટે પ્રોત્સાહન આપશે.
Benefit of Yoga in Gujarati – રોજ યોગ કરવાથી થતાં ફાયદા
- …
- દિવસ દરમિયાન અને જીવનભર સ્ફૂર્તિ રહે છે.
- ડાયાબિટીસ ને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
- બ્લૂડપ્રેશર ને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
- કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં મદદ મળે છે.
- માથાના દર્દ જેવી સમસ્યા માં કાયમી રાહત મેળવી શકાય છે.
- કબજિયાત જેવી સમસ્યાથી કાયમી છૂટકારો મેળવી શકાય છે.
- શરીર નું વધારનું વજન ઘટાડવામાં મદદ મળે છે.
- માનસિક શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત કરી શકાય છે.
- ચામડી માં લોહી નું પરિભ્રમણ વધવાથી સુંદરતા માં વધારો થયી શકે છે.
- રાત્રે સુંદર ઊંઘ આવવાથી બીજા દિવસે એક તાજગી અને ઉત્સાહ ની ફીલિંગ આવે છે.
- વ્યસન દૂર કરવામાં મદદ મળે છે.
- થાયરોડ માં નિયંત્રણ મેળવવામાં મદદ મળે છે.
- શરીર ના અન્ય દુખાવા જેવા કે સાંધાના દુખાવા માં પણ રાહત થાય છે.
- કામ કરવાની શક્તિ માં વધારો થવાથી વિવિધ આર્થિક લાભ પણ થયી શકે છે.
- શરદી, કફ, દમ જેવા કફ જન્ય રોગો મા નિયંત્રણ મેળવી રાહત પ્રાપ્ત કરી શકાય છે.
- એસિડિટિ અને પિત્ત જન્ય રોગો પર નિયંત્રણ મેળવી શકાય છે.
- પગ ની પાની અને ચાલવા માં થતી સમસ્યા માં રાહત મેળવી શકાય છે.
- આંખ નીચે ના કાળા કુંડાળાં દૂર કરી શકાય છે જેથી ચેહરો ચમકીલો દેખાય છે.
- બાળકો ને યાદ શક્તિ માં વધારો થાય છે જેથી તેમના ભણતર માં સારું પરિણામ મેળવી શકાય છે.
- લાંબુ આયુષ્ય ભોગવી શકાય છે.
- ત્રિદોષ મુક્ત બનતા ઠંડી ગરમી અને વરસાદ ની અસર નહિવત પ્રમાણ માં થાય છે.
- શરીર મજબૂત બનતા પગપાળા યાત્રા કરવી સંભવ બને છે.
- મોઢાની લાળ ગ્રંથિ સક્રિય થતાં તમામ ભોજન નો સ્વાદિષ્ટ આનંદ લઈ શકાય છે.
- શરીર તંદુરસ્ત બનવાથી ઘર ના અન્ય સભ્યો પર બોજા સ્વરૂપ લાગતાં નથી.
- શરીર માં સંતોષ આવવાથી ઈર્ષ્યા ભાવ માં ઘટાડો થાય છે.
- સ્વભાવ માં સુધારો થાય છે અને લોકો માં માન પાન વધે છે.
- રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરે છે.
- પાચન ક્રિયા મજબૂત બનાવે છે.
- સ્વ જાગૃતિ અને માઇંડફૂલનેસ માં વધારો કરવાથી જીવન માં આવનાર સમસ્યા વધારે સારી રીતે હેન્ડલ કરી શકાય છે.
- જીવન માં ઉત્સાહ અને પ્રોત્સાહન માં વધારો થાય છે.
- માનસિક અને શારીરિક સંતુલન જળવાઈ રહે છે.
- હૃદય સંબંધિત સમસ્યા માં ખુબજ સુંદર લાભ આપી શકે છે.
- હાડકાં અને સંધિવા ના દુખાવા માં પણ રાહત મળે છે.
- માનસિક તણાવ દૂર કરી એક ખુશાલી ભર્યું જીવન જીવવા મળે છે.
અહી ઉપર અમે આપની સાથે યોગ કરવાથી થતાં લાભ વિશે જાણકારી આપી છે. યોગ એ એક સર્વગ્રાહી અભ્યાસ છે જે વ્યક્તિઓ માટે અસંખ્ય શારીરિક, માનસિક અને ભાવનાત્મક લાભો પ્રદાન કરે છે.
ખાસ કરીને જેઓ 40 વર્ષ અને તેથી વધુ ઉંમરના છે. તેમના જીવનમાં નિયમિત યોગાસનનો સમાવેશ કરીને, એક સારું તાજગી, ઉત્સાહ અને સ્વસ્થ જીવન નો આનદ લઈ શકે છે. તેમજ તણાવ ઓછો થાય છે, સારી ઊંઘ આવે છે અને એકંદર સુખાકારીમાં વધારો થાય છે.
અમને આશા છે કે અહી આપવામાં આવેલ યોગ ના લાભ એ આપણે યોગ કરવા માટે પ્રેરણા આપશે. આપને અહી આપવામાં આવેલ જાણકારી ના સંદર્ભ કે યોગ સંદર્ભ પર કોઈ પ્રશ્ન કે મુંજવાન હોય તો નીચે આપવામાં આવેલ કમેંટ બોક્સ માં અમને પૂછી શકો છો. ધન્યવાદ.