સુરત લોકસભા 2024 ના સૌથી મોટા સમાચાર : કોંગ્રેસ ઉમેદવાર નીલેશ કુંભાણી નું ફોર્મ રડ થવાની શક્યતા

ભારત માં લોકસભા 2024 ની ચૂંટણી જોરશોર થી ચાલી રહી છે, એવામાં પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે. ગુજરાત માં ચૂંટણી ની તારીખ 7મી મે છે અને લગભગ બધાજ ઇચ્છુક ઉમેદવારો પોતાના ફોર્મ ને ભરી ચૂક્યા છે. એવા માં ગુજરાતમાંથી લોકસભા ની ચૂંટણી મુદ્દે એક નવાજ સમાચાર સામે આવી રહ્યા છે.

સુરત લોકસભા 2024 ના સૌથી મોટા સમાચાર

જેમ જેમ લોકસભાની ચૂંટણી આગળ વધી રહી છે તેમ તેમ તેમ રોજ નવું ને નવું જોવા મળી રહ્યું છે. ગુજરાત માં અત્યાર સુધી ક્ષત્રિય રાજપૂતો અને પુરષોત્તમ રૂપાલા નો વિવાદ પૂરો થયો નથી ત્યાં કોંગ્રેસ માટે એક ખરાબ સમાચાર સાંભળવા મળી રહ્યા છે.

કોંગ્રેસ દ્વારા તેની સુરત માંથી લોક સભાના ઉમેદવાર તરીકે નીલેશ કુંભાની ની જાહેરાત કરી હતી. ચૂંટણી માં ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ના ચૂંટણી લડવા ઇચ્છુક લગભગ તમામ ઉમેદવારો એ તેમના ફોર્મ નિયત સમય માં ભરી દીધા હતા.

વિવાદ ની શરૂઆત ફોર્મ ચકાસણી ના આગલા દિવસે શરૂ થઈ હતી. 21 એપ્રિલ 2024 ના રોજ તમામ ઉમેદવારો ફોર્મ ચકાસણી માટે હાજર થવાના હતા પરંતુ તેના આગળ દિવસે એટલે કે 20 એપ્રિલ ના રોજ કોંગ્રેસ ના ઉમેદવાર નીલેશ કુંભાણી ના ટેકેદારો અચાનક ગાયબ થાય હતા.

ભારતીય જનતા પાર્ટી દ્વારા પોલીસ કચેરી અને કલેક્ટર કચેરી એ ફરિયાદ કરવામાં આવી કે નીલેશ કુંભાની ના ફોર્મ માટે ટેકો આપનાર સદસ્ય એ કોઈ સાઇન કરી નથી.

શું છે કાયદાકીય પ્રક્રિયા

કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે કોઈ પણ ઉમેદવાર માટે તેનો ટેકેદાર ફોર્મ ની દરખાસ્ત કરે છે. આથી ટેકેદાર એ ખુબજ મહત્વપૂર્ણ હોય છે, આમ જો ટેકેદાર એમ કહે કે દરખાત મી નથી કરી તો સ્વાભાવિક રીતે જ ફોર્મ નું અસ્તિત્વ પ્રશ્ન માં મુકાય છે, અને રદ પણ થઈ શકે છે.

નીલેશ કુંભાણી ના ફોર્મ માટે તેમના જ મિત્રો અને કોંગ્રેસ ના કાર્યકર દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ ફોર્મ ચકાસણી ના આગળ દિવસે આ ટેકેદારો દ્વારા પોટે આ દરખાસ્ત કરી નથી એવું જાહેર કરતાં એક મોટો વિવાદ થયો છે.

હવે આગળ શું થઈ શકે છે?

હવે આગળ ની પ્રક્રિયા માટે જોઈએ તો ટેકેદારો દ્વારા ચૂંટણી પાંચ સામે હાજર થઈ પોતે એવું સ્વીકારી શકે છે કે આ ટેકેદાર તે પોતે જ છે અને તે સહી પણ તેમની જ છે. અથવા કોંગ્રેસ દ્વારા કોર્ટ ના દરવાજા ખખડાવવામાં આવે.

હાલ માં મળતી માહિત પ્રમાણે કોંગ્રેસ ના ઉમેદવાર ના ત્રણ ટેકેદાર છે જે ત્રણેય ઉમેદવારો વર્તમાન માં કોઈ સંપર્ક માં નથી. આથી કોંગ્રેસ દ્વારા કોર્ટ પાસે જવા સિવાય કોઈ વિકલ્પ વધતો નથી.

હવે આગળ જોવું રહ્યું કે આ પ્રક્રિયા માં આગળ શું થઈ શકે છે..

અમને આશા છે કે અહી આપવામાં આવેલ જાણકારી આપને પસંદ આવી હશે.. આવીજ વિશ્લેષણ યુક્ત જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહો..

Leave a Comment