ષટ્કર્મ વિશે આપણે યોગ શાસ્ત્ર માં ઘણું બધુ સાંભળેલું છે. અહી અમે આપની સાથે ષટ્કર્મ વિશે ની જાણકારી આપની સાથે શેર કરી છે.
ષટ્કર્મ ની ક્રિયાઓ – Shatkarma in Gujarati
યોગ શાસ્ત્ર માં ષટ્કર્મ ની ક્રિયાઓ – Shatkarma in Gujarati નું વર્ણન કરવામાં આવ્યું છે. આ ષટ્કર્મ નો મુખ્ય ઉદેશ્ય શરીર ના વિવિધ ભાગોની સફાઈ કરવાનો છે.
ષટ્કર્મ ની ક્રિયાઓ એ યોગ ના જાણકાર ના માર્ગદર્શન હેઠળ કરવા જોઈએ. જેમ આયુર્વેદ માં પંચકર્મ આપવામાં આવ્યા છે તેમ યોગ માં ષટ્કર્મ ની વિધિ આપવામાં આવી છે. ષટ્કર્મ ની છ ક્રિયાઓ નીચે પ્રમાણે છે,
- નેતિ(જળ નેતિ, સૂત્ર નેતિ)
- વમન અને ધૌતિ ક્રિયા
- શંખપ્રક્ષાલન
- કપાલભાતિ
- ત્રાટકક્રિયા
- નૌલી ક્રિયા
નેતિ(જળ નેતિ, સૂત્ર નેતિ)
નાકની અંદરના ભાગના વાયુકોતરોની સફાઈ માટે વપરાય છે. એમાં બે પ્રકાર છે. જલ નેતિ અને સૂત્ર નેતિ.
જલનેતિમાં જલપોટ માં મીઠાવાળું થોડું હુંફાળું પાણી ભરીને એક નાકથી અંદર જવા દેવાનું અને બીજા નાકથી બહાર કાઢવાનું આ રીતે કરવાથી કપાળ માં અંદર રહેલા વાયુ કોતરો, રોકાયેલો કફ પાણી સાથે બહાર નીકળે છે. આ ક્રિયા વારાફરતી બીજી બાજુ થી પણ કરવાની હોય છે, આમ વાયુ કોતરો માથી જળ વડે કફ બહાર કાઢવાની ક્રિયા ને જલનેતિ કહે છે.
સૂત્ર નેતિ માં સૂતર કે રબ્બર ની લાંબી દોરી નાકમાથી પસાર કરીને મોઢામાંથી બહાર કાઢીને ધીરે ધીરે દોરી અંદર બહાર કરવાથી દોરી સાથે કફ લપેટાઇ ને બહાર નીકળી જાય છે, અને શ્વાસ નળી શુદ્ધ થાય છે.
વમન અને ધૌતી ક્રિયા
વમન ક્રિયા જઠર ને સાફ કરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે. વમન ક્રિયામાં સહેજ હુંફાળું અને મીઠાવાળું પાણી કરી ઝડપથી 5 થી 7 ગ્લાસ પી જવાનું હોય છે. બાદ માં તરતજ મોઢામાં આંગળીઓ નાખી જઠર માં ભરાયેલું પાણી બહાર કાઢવાનું હોય છે. આમ કરવાથી જઠર માં ભરાયેલો કફ – પિત્ત બહાર નીકળી જાય છે.
ધૌતીની ક્રિયામાં નામ પ્રમાણે સુતરાઉ કાપડનું લાંબુ ધોતિયું લેવાનું હોય છે. તેને પહોળાઈ માં 2 થી 3 ઇંચ માં કાપી લેવાનું હોય છે. આ પટ્ટા ને સ્વચ્છ પાણી થી ધોઈને ખાતા હોય એ રીતે જઠર માં ભરી લેવાનો હોય છે. જરૂર પડે સાથે પાણી પી શકાય છે. અંતે થોડા ઇંચ કપડું બાકી રહે ત્યારબાદ અગ્નિસાર કે નૌલી ક્રિયા કરી શકાય છે જેથી જઠર માં રહેલો કફ અને પિત્ત એ કપડાં સાથે ચોટી જાય છે. પછી ધીમે ધીમે કપડાને બહાર કાઢીલેવાનું. જેમાં કફ અને પિત્ત કપડાં સાથે ચોટી બહાર આવી જશે. જઠર સાફ થયી જશે. કપડાને સાબુ થી ધોઈ, તડકામાં સૂકવી દેવાનું આથી ફરીથી ઉપયોગ માં લઈ શકાય છે.
શંખપ્રક્ષાલન(પાચનતંત્ર) અને બસ્તિ ક્રિયા
આ બને ક્રિયા એ આંતરડાની સફાઈ માટે છે. શંખપ્રક્ષાલન એ આંતરડાની ની સફાઈ માટે છે. શંખપ્રક્ષાલન ક્રિયા એ સમગ્ર પાચન તંત્રની સફાઈ કરે છે અને બસ્તિ ક્રિયા એ મોટા આંતરડાને સાફ કરે છે. શંખપ્રક્ષાલનમાં નામ પ્રમાણે શંખમાં પાણીને અંદર જવાનો કેવો રસ્તો છે અને જે રીતે ગોળ ફરતું ફરતું પાણી કેવી રીતે બહાર આવે છે તેવીજ રીતે શરીર માં પાણી મોકલવાનું અને બહાર કાઢવાનું હોય છે.
શંખપ્રક્ષાલન માં મોઢે થી પાણી પિતા જવાનું હોય છે. આંતરડાની શોષવાની શક્તિ કરતાં વધારે પાણી પીવામાં આવે ત્યારે વધુ પ્રમાણ માં પાણી અંદર જવાથી તે મળ માર્ગે બહાર આવે છે. આમ જેવુ ચોખ્ખું પાણી પીવો તેવું પાણી મળ માર્ગે બહાર ન આવે ત્યાં સુધી આ ક્રિયા ચાલુ રાખવાની હોય છે.
બસ્તિ જેને એનિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ક્રિયા માં મળ માર્ગે થી પાણીની પાઇપ અંદર નાખી ફક્ત મોટા આંતરડામાં પાણી ભરી તેને સાફ કરવાનું હોય છે.
કપાલભાતિ
કપાલભાતિ જેને લોકો પ્રાણાયમ તરીકે પણ ઓળખે છે. વાસ્તવ માં એ એક પ્રકાર નું ષટ્કર્મ છે. ફેફસા અને પેટના અંદરના ભાગ ને સાફ અને મજબૂત કરવા માટે ફૂંકો મારી મારીને અંગો ને સાફ કરવાની અને કસરત કરવાની એક ક્રિયા છે.
ત્રાટક ક્રિયા
ત્રાટકની ક્રિયા એ આંખ ની સફાઈ માટે કરવામાં આવે છે. કોઈ એકવસ્તુ પર નજર સ્થિત રાખી તેની પર આંખ માથી પાણી ના નીકળે ત્યાં સુધી જોયા કરવાનું છે. અને ત્યાસુધી આંખ નું એક પણ મટકું પણ મારવાનું હોતું નથી. આમ આંખ માં પાણી આવે ત્યાં સુધી આ ક્રિયા કરવાથી આંખ ની સફાઈ થાય છે.
નૌલી ક્રિયા
આ ક્રિયા સમગ્ર પાચન તંત્ર ને સાફ કરી આપે છે. પેટના સ્નાયુ ને ગોળ ગોળ ફેરવી જઠરથી લઈ મોટા આંતરડાને વ્યવસ્થિત રીતે વલોવવાનું કામ કરવામાં આવે છે. ખુબજ અનુભવી અને વર્ષોના યોગ ના અનુભવીઓ આ ક્રિયા કરી શકતા હોય છે.
આમ અહી અમે આપની સાથે ષટ્કર્મ વિશે ની જાણકારી ગુજરાતી માં આપની સાથે શેર કરી છે, Shatkarma in Gujarati નો આ લેખ અમને આશા છે કે પસંદ આવ્યો હશે. અહી આપવામાં આવેલ જાણકારી સંબંધિત આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ નીચે આપેલ કમેંટ બોક્સ માં જણાવી શકો છો. સાથે Shatkarma in Gujarati ના સંદર્ભે આપ આપના અભિપ્રાયો પણ અમારી સાથે શેર કરી શકો છો.