[15+] Gujarati Love Letter For Lover | પ્રેમ પત્ર ગુજરાતી | ગુજરાતી લવ લેટર

Gujarati Love Letter. અહી અમે આપની સાથે વિવિધ “પ્રેમ પત્ર” આપની સાથે શેર કર્યા છે. અહી આપવામાં આવે ગુજરાતી લવ લેટર એ Gujarati Love Letter For Lover, Gujarati Love Letter For BoyFriend, Gujarati Love Letter For Girlfriend, Gujarati Love Letter For Wife, Gujarati Love Letter For Husband, Gujarati Love Letter For Spouse વગેરે માટે ખુબજ ઉપયોગી છે.

Gujarati Love Letter | ગુજરાતી લવ લેટર

ખુબજ જૂના સમય થી વાતચિત માટે પત્ર વ્યવહાર નો ઉપયોગ કરવામાં આવતો હતો. એવામાં પ્રેમ ને પ્રકટ કરવો કે તેનો ઈજહાર કરવા માટે પ્રેમ પત્ર(લવ લેટર) સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો.

અત્યાર નો સમય જ્યારે whatsapp, Facebook અને Instagram નો છે ત્યારે અત્યાર ના લોકો એ Love Letter વિશે બહુજ ઓછી ફીલિંગ અનુભવી હશે. જૂન સમય માં જ્યારે પત્ર દ્વારા એકબીજાને પોતાનો પ્રેમ રજૂ કરવાનો હોય ત્યારે તે અનુભવ જ એક અલગ હોય છે. અત્યાર ના ક્વિક મેસેજિંગ એપ્લિકેશન ની સાપેક્ષે તેમ રોમાંચ, ધૈર્ય, વિરહ ઇત્યાદિ નો અનેરો આનંદ હતો.

શું આપ પણ આપની પ્રિયતમ માટે એક સુંદર પ્રેમપત્ર લખવા માંગો છો, શું આપ પણ આજે એ અનુભવ કરવા માંગો છો જે પહેલાના લોકો પ્રેમ માં અનુભવ કરતાં હતા, શું આપ પણ આપના લવ લાઇફ ને વધુ રોમાંચિત કરવા માંગો છો. અહી અમે આપની સાથે કેટલાક ઉદાહરણ સ્વરૂપ પ્રેમ પત્ર શેર કર્યા છે. અહી આપવામાં આવેલ પ્રેમ પત્રો ના આધારે એક સુંદર પત્ર લખી આપ આપના પ્રેમી ને મોકલી એક સરપ્રાઈજ આપી શકો છો.

Gujarati Love Letter For Lover

અહી નીચે અમે આપની સાથે કેટલાક પ્રેમ પત્ર ના ઉદાહરણ આપ્યા છે. અહી આપવામાં આવેલ ઉદાહરણ મુખ્યત્વે પ્રેમીઓ એટલે કે Boyfriend કે Girlfriend માટે વધુ ઉપયોગી બની શકે છે. અહી આપવામાં આવેલ લવ લેટર ના ઉદાહરણ પરથી એક સમજૂતી લઈ સુંદર અને આપના પ્રેમ ને પ્રકટ કરતો પત્ર આપ લખી શકો છો.

Gujarati Love Letter For Lover

મારા પ્રિય [પ્રેમી નું નામ],

જ્યારે હું આ પત્ર લખવા બેઠો છું, ત્યારે મારુ હૃદય તમારા પ્રત્યેના મારા પ્રેમ ને ખુબજ અનુભવી રહ્યું છે અને મારુ દિલ લાગણી થી છલકાઈ રહ્યું છે. તારા આવ્યા બાદ મારુ જીવન તેજસ્વી થઈ ગયું છે. તારું એક સ્મિત એ વાદળો થી ઘેરાયેલા અંધકાર મી વાતાવરણ માં મારા માટે સુર્ય નું કામ કરે છે. આજે મને તારી ખુબજ યાદ આવે છે.

તું મારા ગીતની ધૂન છે, મારા ચિત્ર નો સુંદર રંગ છે અને મારા અંધકારનો પ્રકાશ છે. તમારી બાહોમાં, મને સૌથી વધુ સુરક્ષિત અનુભૂતિ થાય છે. મે આવ્યું ક્યારેય વિચાર્યું નહોતું કે જીવન માં આટલી સુખદ અનુભૂતિ હું કરી શકીશ. હું તમારા પ્રેમની ભેટ માટે આભારી છું, અને હું તેને કાયમ માટે પ્રેમ અને સન્માન આપવાનું વચન આપું છું. કાયમ અને હંમેશ માટે, મારું હૃદય તમારું છે.

તારો પ્રેમ,

[તમારું નામ]

“એક સામટો ના આપી શકે,
તો કંઈ નઈ….
મને તારા અનહદ પ્રેમના
હપ્તા કરી દે….

🌺
🌺
Gujarati Love Letter For Lover

પ્રિય [પ્રેમી નું નામ],

મારી પાસે શબ્દો પણ નથી કે હું આપની પ્રત્યે મારો પ્રેમ કેવી રીતે વ્યક્ત કરી શકું. છતાં પણ હું મારા હૃદય ના ઊંડાણ માંથી વહેતા આપના પ્રત્યે ના આ અવિરત પ્રેમ ને આ પત્ર વડે વ્યક્ત કરવાનો પ્રયાસ કરીશ. તમે મારા જીવન માં જે ક્ષણે થી આવ્યા છો, ત્યાર થી મારા જીવન પર આપે સર્વ પ્રકાર થી કાબૂ મેળવી લીધો હોય તેમ લાગી રહ્યું છે.

મારા માટે તમારું હાસ્ય એ એક મધુર સંગીત થી ઓછું નથી, તમારો એક સ્પર્શ એ મારા સમગ્ર શરીર ને એક વિશિષ્ટ ધ્રુજારી આપે છે. તમારા આલિંગનથી મારા માં એક અગ્નિ પ્રજ્વલિત થતી હોય એવી અનુભૂતિ થાય છે. તમારી સાથે, હું સંપૂર્ણ અનુભવું છું,

અત્યાર સુધી હું વિખેરાયેલો હતો, પરંતુ આપ ના મળ્યા બાદ મારા હવે મને મારા ખોવાયેલા ટુકડા મળ્યા હોય તેવું લાગી રહ્યું છે. તમારો પ્રેમ મારામાં બદલાવ લાવી રહ્યો છે જે મને પહેલા કરતાં વધારે સારી વ્યક્તિ બનાવે છે.

હું તમને બિનશરતી પ્રેમ કરવા, દરેક સુખ અને દુ:ખ તમારી પડખે ઊભા રહેવાનું વચન આપું છું. તમે મારા જીવનસાથી છો.

તારો પ્રેમ,

[તમારું નામ]

કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી,
મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!

🌺
🌺

Gujarati Love Letter For Lover

મારા પ્રિય [પ્રેમી નું નામ],

હું જ્યારે આજ આ પત્ર લખવા બેઠો ત્યારે મને સમજાયું કે આપના પ્રેમ ને વ્યક્ત કરી શકાય એમ નથી. તમે મારા માટે સુર્ય અને ચંદ્ર છો જે દિવસ અને રાતે સતત મારા માટે માર્ગદર્શક છો. હું મધદરિયે અંધકાર માં ખોવાયેલો હતો જ્યારે આપ મારા જીવન માં એક દીવાદાંડી સ્વરૂપે આવ્યા છો.

તારા સાથે વિતાવેલી દરેક ક્ષણ એ મારા માટે એક ખજાના થી ઓછું નથી. તારું હાસ્ય એ એક ઔષધિ છે જે મારા તમામ દુખો ની દવા છે. તમારો સ્પર્શ એ ઉનાળા ના મધ્યાન તાપ માં પણ ઠંડી આપે તેવા પવનની લહેર જેવો છે, જે મારા આત્માને શાંત કરે છે.

હું વચન આપું છું કે હું હંમેશા તમારી સાથે રહીશ અને તમને બિનશરતી પ્રેમ કરતો રહીશ. તમે મારું સર્વસ્વ છો, મારા જીવનમાં તમારી હાજરીની ભેટ માટે હું દરરોજ આભારી છું.

તારો પ્રેમ,

[તમારું નામ]

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા, તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…

🌺
🌺

Gujarati Love Letter For Husband-wife – પતિ પત્ની માટે પ્રેમ પત્ર

અહી આપની સાથે પતિ પત્ની માટે પ્રેમ પત્ર ના ઉદાહરણ આપની સાથે શેર કર્યા છે. અહી શેર કરવામાં આવેલ પ્રેમ પત્ર ના માધ્યમ થી એક સુંદર પ્રેમ પત્ર બનાવી શકો છો જે આપ આપના Husband કે Wife ને મોકલી શકો છો અને આપના વૈવાહિક જીવન માં વધારે રોમાન્સ ને ઉમેરી શકો છો.

Gujarati Love Letter For Husband wifeપતિ પત્ની માટે પ્રેમ પત્ર

પ્રિય [પતિ/પત્ની નું નામ],

જ્યારે હું આ પત્ર લખવા બેઠો છું, ત્યારે મારું હૃદય તમને મારા જીવનમા જોઈ કૃતજ્ઞતાથી ફૂલી જાય છે. જીવનની સફરમાં, તમે મારા સુખ અને દુખ ના સાથી છો, આપણે બંને એ એકબીજાના થવાના શપથ લીધા ત્યારથી, તમારા કારણે મારું જીવન અનંત સમૃદ્ધ બન્યું છે.

તમારો પ્રેમ અંધકારભર્યા સમયમાં મારો માર્ગદર્શક પ્રકાશ અને મારા મહાન આનંદનો સ્ત્રોત રહ્યો છે. તમારા સાથથી, મને આશ્વાસન, હૂંફ અને અતૂટ ટેકો મળ્યો છે. મારામાં તમારા અતૂટ વિશ્વાસે મને મારા સપનામા આગળ વધારવાની શક્તિ આપી છે, અને તમારા પ્રેમે મને દરેક વિજયને મધુર અને દરેક પડકારને વધુ સહન કરવા યોગ્ય બનાવ્યો છે.

જેમ જેમ આપણે સાથે મળીને આ માર્ગ પર ચાલવાનું ચાલુ રાખીએ છીએ, તેમ હું વચન આપું છું કે મારા દરેક શ્વાસ સાથે તમને સન્માન આપીશ. તમે ફક્ત મારા જીવનસાથી નથી, પરંતુ મારા વિશ્વાસુ, મારા શ્રેષ્ઠ મિત્ર અને મારા જીવનના પ્રેમ છો. તમારી સાથે, મને મારું ઘર મળ્યું છે, અને તમારી સાથે, હું સંપૂર્ણ છું.

તારો પ્રિય,

[તમારું નામ]

પ્રેમ એ નથી જે એક ભૂલ પર તમારો સાથ છોડી દે,
પરંતુ પ્રેમ એ છે જે તમારી સો ભૂલોને સુધારીને જિંદગીભર તમારો સાથ દે !!

🌺
🌺
Gujarati Love Letter For Husband wife

પ્રિય [પતિ/પત્ની નું નામ],

તમારા માટેના મારા પ્રેમની ઊંડાઈ શબ્દોમાં ટાંકવી ખુબજ મુશ્કેલ છે, પરંતુ હું આ પત્ર થકી મારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. આપણે મળ્યા તે ક્ષણથી, હું જાણતો હતો કે તમે તે જ છો જેને હું આખી જીંદગી શોધી રહ્યો હતો. તમારું હાસ્ય એ ધૂન છે જે મારા દિવસ આનંદથી ભરી દે છે. તમારો પ્રેમ એ આ જીવન રૂપી નાવ નું એ એન્કર છે જે મને તોફાની પાણીમાં જમીન આપે છે.

રોજિંદા જીવન ની આ ભાગદોડ માં આપના માટે શું મહત્વનું છે એ ક્યારેક ભુલાઈ જાય છે. પરંતુ તારો પ્રેમ જ એવી વસ્તુ છે જે મને તારી સાથે વિતાવેલ દરેક ક્ષણ ની યાદ અપાવે છે. આપણો પ્રેમ જ મને મારી જાતનું શ્રેષ્ઠ વ્યક્તિ બનવાની પ્રેરણા આપે છે.

તમે મારી જોડે વિતાવેલ દરેક ક્ષણ માટે, મને આપેલ દરેક સ્મિત માટે, દરેક તકલીફો થી દૂર રાખવા માટે હું હમેશા આભારી રહીશ. આગામી વર્ષો માં અને જીવન ના અંત સુધી હું તમારી સાથે વિશ્વાસ અને પ્રેમ થી આપની સાથે રહેવાનું વચન આપું છું.

તારો પ્રિય,

[તમારું નામ]

“એક સામટો ના આપી શકે,
તો કંઈ નઈ….
મને તારા અનહદ પ્રેમના
હપ્તા કરી દે….

🌺
🌺
Gujarati Love Letter For Husband wife

પ્રિય [પતિ/પત્ની નું નામ],

જ્યારે જ્યારે હું આપણે બંને એ સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરું છું ત્યારે ત્યારે હું આપના પ્રત્યે કૃતજ્ઞતાની જબરજસ્ત લાગણી થી ભરાઈ જાવ છું. મને એ વાત કહેવામાં જરાક પણ સંકોચ નથી કે મને આપના થકી જ પ્રેમ અને જીવન નો સાચો અર્થ સમજાયો છે.

તમારો આ પ્રેમ એ મારા અંધકારમય જીવન માં એક પ્રકાશનું દીવાદાંડી છે. તમારી એ નાની નાની ટકોર, એ મંદ હાસ્ય, મારી દરેક નાની નાની વસ્તુ ની કાળજી, મારા આત્માને હૂંફ અને ખુશીથી ભરી દે છે.

મને વિશ્વાસ છે કે આપણે જીવનના ઉતાર-ચઢાવને એકસાથે પાર કરીએ છીએ, મને એ વાતની હમેશા સૌથી વધારે ખુશી છે કે તમે હમેશા મારી સાથે છો. મને વિશ્વાસ છે કે તમારા લીધે મારુ ઘર હમેશા સલામત છે. તમેજ મારુ સૌથી મોટું સાહસ છો. હું હમેશા કોઈ પણ પરિસ્થિતિ માં તમારી સાથે ઊભા રહેવાનું વચન આપું છું.

તારો પ્રિય,

[તમારું નામ]

“એક સામટો ના આપી શકે,
તો કંઈ નઈ….
મને તારા અનહદ પ્રેમના
હપ્તા કરી દે….

🌺
🌺

Gujarati Love Letter For Fiance

અહી અમે આપની સાથે એવા લોકો માટે લવ લેટર ના ઉદાહરણ આપ્યા છે જે લોકો ની સગાઈ નક્કી થઈ છે અને થોડાજ સમય માં લગ્ન ના પવિત્ર બંધન માં જોડાવા જઈ રહ્યા છે. અહી આપવામાં આવેલ Love Letters ના ઉદાહરણ થી એક સુંદર પત્ર તૈયાર કરી શકાય છે જે આપની આવનાર સમય ની સુખદ યાદગીરી બની શકે.

Gujarati Love Letter For Fiance

પ્રિય [મંગેતર નું નામ],

મારી પાસે એવા શબ્દ નથી કે હું તારી મીઠી યાદો અને તારા પ્રત્યેની લાગણી ને વ્યક્ત કરી શકું. છતાં પણ હું આ પ્રેમ પત્ર થી તારા પ્રત્યે ના મારા પ્રેમ ને વ્યક્ત કરવા માંગુ છુ.

મને આજ પણ યાદ છે જ્યારે મે તને પહેલી વાર જોઈ હતી. આજે પણ એ દૃશ્ય મારી આંખો માં તાજું છે અને મારી આંખ સમક્ષ રમી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. તને ખ્યાલ નહીં હોય પણ હું શરૂઆત માં તને જોઈ શરમાતો હતો અને છૂપાઈ પણ જાતો હતો.

હું ભગવાન નો ખૂબ આભારી છુ કે જેમને આપણને એકબીજા સાથે મળાવ્યા. હું રોજ માત્ર એજ ક્ષણો ની રાહ જાઉં છું કે જ્યારે આપણે બંને હમેશા માટે એક બીજાના થઈશું, જો કે એ હું તો અત્યારથીજ તારો છું એનું વચન આપું છું.

તારો ફિયાન્સે,

[તમારું નામ]

“એક સામટો ના આપી શકે,
તો કંઈ નઈ….
મને તારા અનહદ પ્રેમના
હપ્તા કરી દે….

🌺
🌺
Gujarati Love Letter For Fiance

મારી પ્રિય રીયા,

મને વિશ્વાસ છે કે તને જ્યારે આ પત્ર મળશે ત્યારે તું એક અલગ જ પ્રકાર ની લાગણી ને અનુભવીશ. આપણે એકબીજાના થવાના છીએ ત્યારે મને આજે આપણા સંભારણાઓ માં એ નવું પાનું જોડવાનો વિચાર આવ્યો છે.

જો કે હું તને એક વાત દિલ થી કહેવા માંગુ છુ કે આ મારો પહેલો અનુભવ છે જેમાં હું કોઈ ને કોઈ પણ પ્રકાર નો પત્ર લખી રહ્યો હોય. એમ પણ તારા પ્રત્યે ના પ્રેમ ને શબ્દો માં કંડારવો એ મારા માટે ખુબજ લોઢાં ના ચણા ચાવવા જેવુ કામ છે. છતાં પણ હું આ પ્રેમ પત્ર થી મારો લાગણી ને તારી સમક્ષ મૂકવા માંગુ છું.

મને આજ પણ યાદ છે એ 24/02/2008 નો એ દિવસ અને રાત્રિ ના 8:30 નો સમય હતો. જ્યારે મે તારી સમક્ષ મારા પ્રેમ નો પ્રસ્તાવ મૂક્યો હતો. આપણે બંને નાના હતા ત્યારે આગળ પાછળ ની કોઈ ચિંતા વગર તે પણ મારા પ્રત્યે ના એ પ્રેમ ને અનુમોદન આપ્યું હતું.

મને એવિ ક્યાં ખબર હતી કે આઠમા ધોરણ માં ભણતા ભણતા થયેલો આ પ્રેમ એ જીવન માં આ પડાવ સુધી સાથ આપશે. એ ક્ષણ થી લઈને આજ સુધી તે મારા જીવન માં આવનારી તમામ મુશ્કેલીઓ માં સાથ આપ્યો એ બદલ હું તારો આભાર માનું છુ.

હું તને વચન આપું છૂ કે આવનારા સમય માં હું તને ખૂબ પ્રેમ અને સુખ આપીશ. હવે જ્યારે આપણે એક થવાના છીએ ત્યારે આ જીવન ની નવી શરૂઆત પણ એટલીજ સુંદર હોય એવિ ભગવાન ને પ્રાર્થના કરું છું.

તારો ફિયાન્સે,

સંદીપ

“એક સામટો ના આપી શકે,
તો કંઈ નઈ….
મને તારા અનહદ પ્રેમના
હપ્તા કરી દે….

🌺
🌺
Gujarati Love Letter For Fiance

પ્રિય [ફિયાન્સે નું નામ],

ક્યાંક વાંચેલું છે કે લખાણ થી ફીલિંગ સૌથી સારી રીતે શેર કરી શકાય છે. પણ સાચું કવ શું લખવું એ મને કઈ ખબર પડતી જ નથી. છતાં પણ નાનો એવો પ્રયત્ન કર્યો છે..

શું તે એવું ક્યારેય વિચાર્યું હતું કે સ્કૂલ નો એ તારી બાજુમાં રહેતો એ છોકરો જીવન માં દરેક પળ તારી સાથે રહેવાનો છે. હવે થોડા દિવસો માં આપણે જ્યારે એક પવિત્ર બંધન માં બંધાવા જઈ રહ્યા છીએ ત્યારે મારે તારી જોડે આ પત્ર થકી થોડી યાદો બનાવવી છે.

તને યાદ છે જ્યારે આપણે સ્કૂલ થી બપોરે કે સાંજે ઘરે જતાં હતા ત્યારે એક બીજાનો સાથ કરી સાથે જતાં હતા!!! હું આજે પણ એ રસ્તા પરથી જ્યારે નિકળું ત્યારે એ તમામ પળો મારી સમક્ષ આવે છે. મને આજે પણ ક્યારેક એ આપણી જૂની સ્કૂલ માં જાવ ત્યારે તારું તે દીવાલ ને ટેકો દઈ ને ઊભું રહેવું અને મારુ ત્યા પગથિયાં પાસે થી ઊભા ઊભા તને નિહાળવું યાદ આવે છે.

હું આજે પણ નિરસંકોચ મને કહી શકું છું કે એ સમય મારા જીવન નો શ્રેષ્ઠ સમય હતો. હવે જ્યારે ફરીથી આપણે લાંબા સમય બાદ કાયમ માટે એક થઈ રહ્યા છીએ ત્યારે ફરીથી એ સમય ને જીવવાનો આનંદ અલગ હશે.

પણ હું તને એક વાત ચોક્કસ કહેવા માંગુ છું કે તું જ મારી દુનિયા છે અને જીવન ના અંતિમ શ્વાસ સુધી હું તને પ્રેમ કરતો રહીશ.

તારો ફિયાન્સે,

[તમારું નામ]

“એક સામટો ના આપી શકે,
તો કંઈ નઈ….
મને તારા અનહદ પ્રેમના
હપ્તા કરી દે….

🌺
🌺

Gujarati Love Letter For Long Distance Relationship

અહી અમે આપની સાથે લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ માટે પ્રેમ પત્ર(Love Letter For Long Distance Relationship) આપ્યા છે. લોંગ ડિસ્ટન્સ માં રિલેશન્સ માં હોવું એ ખુબજ મિશ્રણ વાળી ફીલિંગ હોય છે. અહી અમે ઉદાહરણ માટે કેટલાક લેટર્સ આપ્યા છે. અહી આપવામાં આવેલ લેટર્સ ના માધ્યમ થી આપ એક સુંદર પ્રેમ પત્ર ને લખી શકો છો.

Gujarati Love Letter For Long Distance Relationship

મારા પ્રિય [પ્રેમી નું નામ],

જ્યારે હું આ પત્ર લખી રહ્યો છું ત્યારે એક મિશ્ર લાગણીઓ ની અનુભૂતિ કરી રહ્યો છું, જેમાં તારી ઝંખના, પ્રેમ અને તારી હાજરી માટેની પીડા છે. જો કે આપણને અંતર અલગ રાખી શકે છે પરંતુ અલગ કરી શકતા નથી. પસાર થતો દરેક દિવસ આપણા પ્રેમ ને વધુ મજબૂત બનાવે છે.

રાત્રે જ્યારે શાંત ઓરડા માં એકલો બેઠો હોઉ છું ત્યારે તારું એ હાસ્ય આજે પણ મારા મન માં પડઘા પાડે છે, ભલે આપણે અલગ હોઈએ પરંતુ, આજે પણ સૂર્યોદય થી સૂર્યાસ્ત હોય કે તારાઓ નો ટમટમાટ હું તારા અસ્તિત્વ ને અનુભવું છું.

તમારા વિના દરરોજ એક પડકાર છે, પરંતુ તે આપણા પ્રેમની મજબૂતાઈનો પુરાવો પણ છે. અંતર આપણી કસોટી કરી શકે છે, પરંતુ તે આપણને અલગ કરી શકશે નહીં. આપણે માઈલ કરતાં પણ મોટી વસ્તુથી બંધાયેલા છીએ અને એ છે પ્રેમ.

આપણે જે સાથે રહી ને યાદો ને બનાવી છે તે આજે પણ મારા આ સમય માં સહારો છે. હું આજે પણ આતુરતા પૂર્વક આપણા ફરીથી મળવાની રાહ જોઈ રહ્યો છું. મને વિશ્વાસ છે જીવન મને ગમે ત્યાં લઈ જાય પરંતુ તમે જ્યાં હશો ત્યાંજ મારુ ઘર હશે.

તારો પ્રેમ,

[તમારું નામ]

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,
જ્યાં રાહ જોતું કોઈ
આપણું મળે.

🌺
🌺

Some Graphic Samples for Gujarati Love Letters

અહી નીચે અમે આપની સાથે લવ લેટર્સ માટે કેટલાક ગ્રાફિક્સ આપેલ છે. અહી આપવામાં આવેલ ગ્રાફીક ના ઉદાહરણ પરથી આપ એક સુંદર લવ લેટર્સ બનાવી શકો છો.

 Love Letter Blank

 Gujarati Love Letter - ગુજરાતી પ્રેમ પત્ર

Leave a Comment