જેમ જેમ લોકસભા ચૂંટણી 2024 નજીક આવતી જાય છે તેમ તેમ રાજકારણ માં ગરમાવો વધતો જાય છે. હાલ ગુજરાત માં જો સૌથી મોટો ચર્ચા નો વિષય હોય તો એ પુરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે નો વિવાદ છે. તો શું આપ જાણો છો કે આ વિવાદ શું છે અને શા કારણે ઉદ્ભવ્યો છે. જો આપ આ વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હોય તો અમારો આ લેખ પૂરો વાંચો જેમાં અમે પુરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે નો વિવાદ શું છે તેની પૂરી જાણકારી આપી છે.
પુરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે નો વિવાદ…
પુરષોત્તમ રૂપાલા જે ભારતીય જનતા પાર્ટી ના એક જૂના અને કદાવર નેતા છે, આથી ભારતીય જનતા પાર્ટી એ તેમની પર વિશ્વાસ મૂકી સૌરાષ્ટ્ર નું હૃદય ગણાતી એવી રાજકોટ સીટ થી લોકસભા ના ઉમેદવાર બનાવ્યા છે. આમ પણ પુરષોત્તમ રૂપાલા એ હમેશા તેમના પ્રવચનો અને દેશી ભાષા માં આપવામાં આવતા ભાષણ માટે ખુબજ ચર્ચા માં હોય છે.
રાજકોટ ના ઉમેદવાર હોવાના કારણે એક ભજન ના કાર્યક્રમ માં રૂપાલાએ હાજરી આપી હતી. આ હાજરી દરમિયાન રૂપાલા એ રૂખી સંત સમાજ ના વખાણ કરવાના આશય થી એક નિવેદન આપ્યું કે “રાજવાડાઓ અને રાજાઓ એ અંગ્રેજો સાથે રોટી બેટી નો વ્યવહાર કર્યો છે”
આ નિવેદન બાદ રાજકોટ ના ક્ષત્રિય સમાજ માં રોષ અને અપમાન ની લાગણી જોવા મળી જેને ધ્યાન માં લેતા પુરષોત્તમ રૂપાલા એ જાહેર માં 2 થી ત્રણ વાર વિવિધ કાર્યક્રમ માં માફી માંગી.
પરંતુ ક્ષત્રિય સમાજ આ ઘટનાને તેમની અસ્મિતા પરના પ્રહાર તરીકે જોઈ રહ્યો છે. આથી ક્ષત્રિય સમાજ અને તેમના કેટલાક આગેવાનો સમાજ ની લાગણી ની પીડા ને ધ્યાન માં લઈ ભારતીય જનતા પાર્ટી પાસે એક જ માંગ કરી રહ્યો છે કે તેઓ રાજકોટ ના ઉમેદવાર તરીકે પુરષોત્તમ રૂપાલા ને દૂર કરી અન્ય કોઈ ને ટિકિટ આપે.
ક્ષત્રિય સમાજ આંદોલન ના માર્ગે
હાલ ક્ષત્રિય સમાજ પોતાની માંગ ને લઈ ને અડગ છે અને તેમની માંગ માત્ર એટલીજ જ છે કે ભારતીય જનતા પાર્ટી રાજકોટ સીટ પરથી પોતાનો ઉમેદવાર બદલી અન્ય કોઈ પણ ને લાવે. ક્ષત્રિય સમાજ ને સમજાવવા માટે જયરાજસિંહ જાડેજા, હકુભા જાડેજા, ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, જેવા રાજકીય આગેવાનો એ પણ પ્રયત્ન કર્યા છે.
જ્યારે સંત સમાજ ની વાત કરી તો પુરષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હકુભા જાડેજા વગેરે નેતાઓ ક્ષત્રિય સમાજ ના પૂજનીય એવા ગધેથડ ના સંત શ્રી લાલબાપુ ની પણ મુલાકાત લઈ ચૂક્યા છે.
રાજવી પરિવારો નો મત
પુરષોત્તમ રૂપાલા ની ટિપ્પણી રાજવી પરિવારો ને સંબોધી ને હોવાથી આ વિવાદ માં રાજવી પરિવારો એ પણ પોતાનો મત આપ્યો છે. જેમાં કેટલાક રાજવી પરિવારો પુરષોત્તમ રૂપાલા ને માફી આપવાના પક્ષ માં છે જ્યારે કેટલાક પરિવારો માફી આપવાના પક્ષમાં નથી
માફી આપવાના પક્ષ ની વાત કરી તો જામનગર ના જામ સાહેબ, રાજકોટ ના માંધાતાસિંહ જાડેજા, દાંતા ના રાજવી પરિવાર ઇત્યાદિ એ પુરષોત્તમ રૂપાલા ને માફી આપવી જોઈએ એવી વાત કરી છે. જ્યારે અન્ય કેટલાક રાજવી પરિવારો જેવા કે ભાવનગર અને લુણાવાડા ના રાજવી પરિવારો માફી આપવાના પક્ષ માં નથી.
ક્ષત્રિય કાઠી સમાજ ના બે ભાગ
પુરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ ના અ વિવાદ ને કારણે ક્ષત્રિય કાઠી સમાજ માં પણ બે ભાગ જોવા મળે છે. અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સંગઠન એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ધ્યાન માં લઈ પુરષોત્તમ રૂપાલા ને માફ કરી દેવા જોઈએ એવી દલીલ કરી છે. જ્યાર અન્ય સંગઠન નો મત એવો છે કે પુરષોત્તમ રૂપાલા ને કોઈ પણ સંજોગો માં માફી મળશે નહીં.
ક્ષત્રિય અસ્મિતા નું મહાસંમેલન
ક્ષત્રિય સમાજ ના દરેક જિલ્લા માં આપવામાં આવેલ આવેદનો અને સભાઓ થી પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર બદલવામાં આવ્યા નથી આ વાત ને લઈ હવે ક્ષત્રિય સમાજ ક્ષત્રિય અસ્મિતા નું મહાસંમેલન કરવાના મૂડ માં છે.
રાજકોટ માં તારીખ 14/04/2024 ના રોજ ક્ષત્રિય સમાજ પોતાની શક્તિ અને એકતા ને દર્શાવતું એક સંમેલન કરવા જય રહ્યું છે જેમાં અંદાજે 1 લાખ થી વધારે ક્ષત્રિય સમાજ ના પુરુષો, મહિલાઓ અને આગેવાનો હાજરી આપવાના છે.
પુરષોત્તમ રૂપાલા અડગ
બીજી બાજુ જોઈએ તો પુરષોત્તમ રૂપાલા પોતાની ચુંટણી લડવાની વાત સાથે અડગ અને આશ્વત છે. તેમને ભરતોય જનતા પાર્ટી અને રાજકોટ ના મતદારો પર પૂરો વિશ્વાસ છે કે તેઓ અવશ્ય વિજયી બનાવશે.
પુરષોત્તમ રૂપાલા એ પોતાની ચૂંટણી લડવાની જાહેરાત ની સાથે ફોર્મ ભરવાની તારીખ 16/04/2024 પણ જાહેર કરી દીધી છે. એવા માં એક સ્થાને તેઓ શયરાના અંદાજ માં શાયરી કહેતા પણ જોવા મળ્યા હતા.
હવે, આગળ 14/04/2024 ના ક્ષત્રિય અસ્મિતા ના મહા સમેલન બાદ શું પરિસ્થતિ બને છે તેના પર સૌ રાજકારણ પ્રેમીઓ ની નજર અટકેલી છે. જો આપ આગળની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ ને જાણવા માંગતા હોય તો અમારી સાથે જોડાયેલા રહો.